Monday, 3 March 2014

જીવન ક્ષણભરમાં!

જીવન ક્ષણભરમાં! આમ જ જોતજોતામાં! એકદમ અચાનક પતતું,
પછી ક્યાં હું-મારું-મને-પોતે કશુંય બાકી રહેતું!


શું જીવાયું-શું કર્યું-શું આપ્યું ને શું લીધું
પછી બધું જ બીજાઓની યાદમાં જ જીવતું રહેતું!


જમા-ઉધાર,સારું-નરસું બધુંય માફ ગણવા-કરવાનું,
પછી બસ! એમ જ આ દેહમાંથી બહાર નીકળવાનું!



પણ એટલું જરૂર કે પ્રભુના સાનિધ્યમાં જીવવાની ટેવ હોય 
તો પ્રભુ પણ અંતિમક્ષણે હાજર રહી એનું ચૂકવણું દેવું પડવાનું!  

જે જ્યાં જ્યારે થવાનું હોય તે, એમનું જ આયોજન રહેવાનુ,
મનુષ્યએ તો બસ 'મોરલી' આભારમાં મસ્ત રહી જીવ્યે જવાનું...



- મોરલી પંડ્યા
   માર્ચ ૩, ૨૦૧૪


No comments:

Post a Comment