Saturday, 22 March 2014

આ નાનકડી વ્યક્તિ...

નાનકડી વ્યક્તિના દ્રષ્ટા-સખા સદા બનીને
તેં તો એમાં બ્રહ્માંડ ભરી દીધું,
જિંદગી આપીને એમાં સૂર્યપ્રકાશિત ચેતન ભરી દીધું...

નાનકડું મગજ વિસ્તારીને
તેં તો એમાં સમસ્તનું જ્ઞાન ભરી દીધું,
બુદ્ધિ આપીને એમાં સત્યપ્રકાશિત તેજ ભરી દીધું...

નાનકડું હ્રદય સક્ષમ આપીને
તેં તો એમાં તમસ્વરૂપ ભરી દીધું
અંતરઉજળું આપીને એમાં કરુણાપ્રકાશિત સાગર ભરી દીધું...

નાનકડા જીવને અપનાવીને
તેં તો એનું ધન્ય જીવન કરી દીધું,
જાગ્રતઆત્મા આપીને એમાં પ્રભુપ્રકાશિત શાંતિ-સ્થાપન કરી દીધું...

અહો પ્રભુ, પ્રણામ મોરલીના!

- મોરલી પંડ્યા

  માર્ચ ૨૨, ૨૦૧૪

No comments:

Post a Comment