Friday, 28 March 2014

આજના યુવાનોને...

આજના યુવાનોને જીવી લેવા દો

તમારું જ મનમાં ફરતુ મળ્યું છે પહોંચવાને, સાકાર કરી લેવા દો!
એ એમનું સંકલ્પન બને ને અત્યારની આવૃતિ નીકળે એવું રાખી,
એમને એમના ભાવિના લેખક બની લેવા દેજો

એમને અત્યારની વયસ્ક પેઢીથી આગળ નીકળવા દેજો,
પણ પીઠે હાથ ને અંતર હાથવગું જ રાખજો, 
જરૂરે શોધે તો વહાલથી તાજા-માજા કરી, શુભાશિષથી પાછા જવા દેજો

મહેરબાની કરીને, તમારી પ્રતિકૃતિ બનાવી
એ જીવંત બીજ સમાન જીવનને ના વેડફાવશો,
ફક્ત જન્મ લીધો છે તમારા થકી એટલે બસ! ઊડવા દેજો

શું ખબર એ આપેલી મોકળાશ તમને પણ નવી તકો થકી અવકાશ આપે?
એમનું સ્વસ્થ, સફળ, સમૃધ્ધ, સલામત જીવન પ્રાર્થજો, કરી છૂટજો, શક્ય એટલું આપજો,
મુક્તિ ફક્ત મોક્ષ જ નહીં મોરલી’! શરૂઆત તમારાથી! માત-પિતા છો બસ! આપી દેજો


-         મોરલી પંડ્યા

માર્ચ ૨૬, ૨૦૧૪

No comments:

Post a Comment