પ્રભુનું
શરણું એવું તો પ્રભાવશાળી
ગમે તે
સમય-સંજોગમાં પણ ના છોડે
સાધક ને
એનું પીઠબળ, રક્ષણ આપી...
સંસાર છે;
ભાતભાતનાં રંગ-સુગંધના
સંબંધો
અને વ્યક્તિઓ આવી રહેવાની
એમનું શરણું
લીધું પછી ક્યાં કોઈ
નજર લાગવાની
કે ગ્રહદશા વક્ર ચાલવાની...
જો છાયા
પણ પડી હોય કોઈ કાયર, નિર્બળ મનની
નુકસાન
બની કનડતી-નડતી
એ ફક્ત
દેખીતું લાગતું, પ્રભુ તો એમાંય
સાધકને
જ્મોજન્મનો શિરપાવ બક્ષે ને લે એને ઊપાડી...
ને પછીએ
એ શરણમાં જ શરણું ને બધુંય મૂકતો તો
એ જીવન
જીવનું ઊંચા સ્તરો ચડે ને ભવોભવની ગતિ માણે
સત્યપક્ષ,
આંતરિક સફાઈ અને તટસ્થતા જો રોજિંદો ક્રમ રહેતો, રાખે તો
આત્મા સૂત્રધાર,
અગ્ર ને જીવંત થાતો જાણે કહેતો, દિશાવિધાન કરતો લાગતો...
પછી ન ચૂકે
સાધક એ આત્મા-નિર્દેશ ને પ્રભુકૃપા વહન!
એ જીવે
‘મોરલી’, બધે અંદર-બહાર
ફક્ત સત્ય-શાંતિ-પ્રેમ
ને અતૂલ્ય આનંદ!...
આભાર...
- મોરલી પંડ્યા
માર્ચ
૨૦, ૨૦૧૪
No comments:
Post a Comment