ધ્યાન વચ્ચે,
સમથળ લીસ્સા શાંત મસ્તિષ્ક મધ્યે ઉપસે એક કવિતા,
લય,પ્રાસ
ને શબ્દો મઢી જોતજોતામાં અચંબા સાથે બનતી એ રચના!
જ્ઞાન સાથે સમજ દેતી અચાનક લખાતી આ કવિતા,
ક્યાંથી આવે?
કોનું ગણેલું?
આવકાર મળે ને જીવંત બનતી એ રચના!
આંખો ખોલે, અંતઃદ્રષ્ટિ
ઊજાળે બસ! આવીને ઊભી હોય કવિતા,
શબ્દો ટંકાય ને પછી ઉકલે! આ તે
કેવી વિધવિધ, ગમતી રચના!
સવારના પહોરમાં,
દિવસ ચઢે કે નવરાશની પળોમા; તક જડપતી
દરેક કવિતા,
હાર લગાવી; વારાની રાહ જોતી, શબ્દસમૂહ ભરી આવે એ રચના!
ક્ષણ-અક્ષર પ્રભુપ્રતિબિંબ! આત્મા-સાદથી લખાય, ઝીલાય ને બને પ્રસાદ-કવિતા,
વહેંચાય ને ‘મોરલી’; વિવશ
અંતર, રોજેરોજ વારંવાર મમળાવે એક કે બીજી
રચના!
આભાર...
- મોરલી
પંડ્યા
માર્ચ ૧૧, ૨૦૧૪
No comments:
Post a Comment