લાલ પીળો ને કેસરી રંગમિશ્રીત;
લટકે ડાળીઓ ભરી કેસુડાંના ફૂલ,
ધૂળેટીની યાદ કરાવે એ નયનવૈભવ;
ફક્ત વસંતની મૌસમને અનુકૂળ...
એક દિવસનો રંગ રમમાણ,
દિવસોમાં રંગ ભરતો
સ્નેહમિલન ને ભાવ આપ-લે,
ઉત્સવ બની વસંત ખીલવતો-રંગાતો...
સપ્તરંગી સક્ષમ અંદર માણસ;
બહાર કેસુડો ચડાવે વસંતરંગ બની,
બાકી શું રહે ‘મોરલી’ આ કુદરતી
ભેટ ને રંગછોળની રંગત પછી?...
- મોરલી પંડ્યા
માર્ચ ૧૬, ૨૦૧૪
No comments:
Post a Comment