આત્મા
હંમેશાં પ્રભુને વરેલો, પ્રભુ શરણું માણતો!
એ તો ઉછેર ને એના આધારે ગંઠાતા વલણોને કારણે
વચ્ચે ચણાતી જડ-જાડી દિવાલોમાં અટવાતો…
બાળપણમાં શારિરીક સાથે માનસિક-ભાવનાત્મક દરકાર
અને
આધ્યાત્મિક અભિગમનો આધાર,
સંગાથે પ્રેમ-શ્રદ્ધા જુએ વડીલ વર્તનમાં
તો એ વાતાવરણથી પણ જીવનો જીવનક્રમ રચાતો...
એ જોયેલું ને સમજેલામાંથી કર્મનો આધાર બનતો,
ક્રિયા-પ્રતિક્રિયા-પ્રતિભાવની પાછળનો ઉદ્દેશ
બનતો,
આ જ બધાથી મન,
બુદ્ધિ, પ્રાણ,
હ્રદય સ્વાસ્થ્યના કારણો બનાવતો…
ના સમજાતું જેને; એ એક કે બીજામાં એનું દોષારોપણ
ને
ભાગ્ય-પાપ-પુણ્ય પર નાખી ભાગતો ફરતો,
ટૂંકો-મર્યાદિત-ક્ષણિક ઈચ્છાતૃપ્તિનો રસ્તો અહં સંતોષતો શોધતો…
વારંવારના પ્રયોગ પછી એ આંતરિક
અણખણની; જે આત્મા સંકેત; અવગણનાનું કારણ મેળવતો...
પછી તો જન્મોજન્મ મનચક્કરમાં ભમતો, ભ્રમ-આભાસમાં જન્મો વિતાવતો,
ઉપરથી ‘મોરલી’ કેટલા જન્મો લેવા પડશે?
- એ ભાવિ નિશ્ચિત બનાવતો…
પ્રણામ પ્રભુ!
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૫,
૨૦૧૪
No comments:
Post a Comment