શક્તિસ્વરૂપા, ભગવત-શિવ-રૂપા
અર્ધનારેશ્વરમાં પણ તું ઓ નારી!
સરસ્વતી, કાલી, અંબા, લક્ષ્મી
મા-જગપૂજ્ય, વરદાયિની તું ઓ નારી!
પ્રભુ-અર્ધાંગિની ઊમા-સીતા, પ્રભુ-પ્રેમી રાધા-મીરાં
બ્રહ્માંડ પ્રચલિત તું ઓ નારી!
જ્ન્મવહનારી, ભીતર-સક્ષમધારી
નર સમાંતર-પૂરક તું ઓ નારી!
અટલ, અવિચળ, મૃદુ, સુંવાળી
અન્યાય પ્રતિ વિશ્વ જગાવે તું ઓ નારી!
સામર્થ્યવૃત્તિ, સાધના ને અડગ અભિગમ
ઝુંબેશધરી જીવે તું ઓ નારી!
વિધવિધ ક્ષમતા અભિપ્રેત થાતી
હર એક ક્ષેત્રમાં સ્થાનધારક તું ઓ નારી!
સ્ત્રીભૂમિકાની રૂઢિગત ધારણા હરપળ બદલી
નિત્યનવી ઠોસ રચે તું ઓ નારી!
સ્ત્રીભૂમિકાની રૂઢિગત ધારણા હરપળ બદલી
નિત્યનવી ઠોસ રચે તું ઓ નારી!
મમતા ને માતૃત્વ વરેલા; પુરુષ
સન્માન-સહકારથી પ્રેરાતી
હંમેશ ન્યોછાવર તું ઓ નારી!
પ્રભુ આભારી રુણી ‘મોરલી’
સ્ત્રી-પુત્રી-પત્ની-માતા ને સર્વમિત્ર, આ પ્રભુ-સંગિની! પણ ઓ નારી!
- મોરલી પંડ્યા
માર્ચ ૭, ૨૦૧૪
No comments:
Post a Comment