આજે હોળી યાદ અપાવે પ્રભુપક્ષ જીતની
એ હોય સત્યપાસુ અડગ અવસ્પર્શ્ય, હોય સ્થિર રહેતું…
હર એકને પ્રહલાદ જીવાડવા જોઈતી એક હોલિકા
બહાર અંદર જીવતા બંન્ને પ્રભુરૂપ દરેક વ્યક્તિમાં...
માતા હોલિકામાં જબરૂ સ્વ સામર્થ્ય
પ્રભુ કાર્ય કરવા સ્વ દહનને ખુશીખુશી વધાવે...
સંસારને ઉદાહરણ આપવા પ્રભુ જ જાણે પ્રહલાદ ભક્ત બની
એ જીવનનાં પોતીકાઓની રચેલી અગ્નિમાં સ્વ હોમે...
સ્વબળ એટલું એ શ્રધ્ધેયમાં કે દોષિતો ને પ્રણામ ને
સાથે સસ્મિત, ખોળામાં આગ મધ્યે બિરાજે...
પ્રભુ સ્મરણ અવિરત, ધ્યાન એકબિંદ ને ભીતર શાંતિ હશે સઘન
કે એની જ શીતળતા મળે, પ્રભુકવચ બને ને એ રહ્યો હશે અડીખમ...
પ્રભુને પણ સંમતિ લેવી પડી હશે એ જીવની જેણે અંતરને જીવંત રાખવા
હોલિકારૂપી આવરણને ભસ્મ કરવાની મંજૂરી આપી હશે...
હોમી દો આજે સમીસાંજે એ પ્રગટતી હોળીમાં
આહુતિ આપજો હઠીલા, લોભામણા બાહ્ય પડળની...
પ્રક્રિયા ભલે ‘મોરલી’ વ્યક્તિની બહાર કે અંદર નિર્માયી હોય પણ પછી
કેન્દ્રમાં રહેશે પ્રભુ-પ્રહલાદ ને જીવાશે પ્રભુરક્ષણ હંમેશ સ્મિત સહિત...
- મોરલી પંડ્યા
માર્ચ ૧૬, ૨૦૧૪
No comments:
Post a Comment