Thursday, 6 March 2014

વિભાજન ના રહે સ્વભાવ...

પ્રભુ-ચેતનામાં; વિભાજન ના રહે સ્વભાવ,
અહીં તો એક થઈ સદાય રહેવાતું

વહેંચાવવાનું પક્ષમાં; ના હોય,
અહીં તો એકત્વમાં ભરપૂર માણવાનું

છૂટું ના થાય કશું યોગ્ય ક્યારેય,
અહીં તો સંભાળ સાથે એકત્રિત રહેતા થવાતું

દ્વિપક્ષીય તો તમસ દ્રષ્ટિ, અહીં તો સમભાવ સંપૂર્ણ જીવાતું!
ભેદભાવ તો ઝઝૂમતો પ્રાણ, અહીં તો પ્રેમભાવમાં વહેવાતું!
પક્ષપાત તો મનની દિવાલ, અહીં તો અમાપ વિસ્તરેલ સપાટ થઈ રેલાવાતું!

એકમાં અનંત ને અનેકોના એક ઓ પરમપ્રભુ!
અહીં તો અનંતમાં એક થઈ; અર્પણ બની, સમત્વમાં સમાવાતું!
અહીં તો અન્યોન્ય જ સમસ્ત!... ને પછી
શાંતિઃ શાંતિઃ શાંતિઃ...

'મોરલી'ના પ્રણામ પ્રભુ!


- મોરલી પંડ્યા

માર્ચ ૭, ૨૦૧૪

No comments:

Post a Comment