Thursday, 13 March 2014

આપી છૂટી જાઓ!...

ક્ષણને સંપૂર્ણ આપી છૂટી જાઓ!
પ્રેમ પૂર્ણ કરી છૂટી જાઓ!
મનને ઠપકારી-વાળી ને છૂટી જાઓ!
એ ક્ષણો, પ્રેમ ને બધાયનો છૂટકારો લાવશે વાજતોગાજતો, ભરપૂર પ્રતિસાદ

હા! પણ શરતી ના રાખશો આ વલણ કે પ્રયાસ
આ આપું તો તે મળશે ન રાખશો એવી આશ!
ને બીજી બધી ગણતરીઓમાંથી પણ છૂટી જાઓ!
જીવનક્રમ ને કર્મ જ લાવશે હરીફરીને યોગ્ય, બનતો પ્રતિભાવ

અસહમતિ ને અભાવ ભાવથી પણ છૂટી જાઓ!
શું ખબર ક્યાં, શું, ક્યારે, કેવું થવાનું?
અત્યારે તો ના ગુમાવો પળ ને છૂટવાને બદલે
લઈ ફરો એ ભાવિનો બિનજરૂરી ભાર ને વણદીઠો ભા

છૂટવાથી કશું હડસેલાતું કે જતું નથી
ફક્ત આંતરિક, સીમિત અભિગમ સિવાય!
વળગણ છૂટે; હળવા ને મસ્ત, ખાલીખમ રહી
ક્ષણમાં જીવાય નર્યો પ્રભુઅહોભાવ

ક્યાંક કોક ચોપડે જરૂર લખાતો બધો હિસાબ, નોંધતું બધું જ
કે શી નિયતથી કેવી કઈ પરિસ્થિતી સંભાળાય!
જો ગુણાકાર-ભાગાકાર માંડી અટવાવો જવાબ તો બેવડું ચૂકવે ને
મોરલી ચૂકી જાય માણસ પછી વળતર પ્રભુ-પ્રેમ-ઊપહાર

પ્રણામ પ્રભુ!


-        -  મોરલી પંડ્યા

માર્ચ ૧૩, ૨૦૧૪

No comments:

Post a Comment