Wednesday, 26 March 2014

એકાગ્રતા...

એકાગ્રતા... 

મસ્તિષ્ક ઉપર કે છાતીમધ્યે, મા છબી-ચિત્ર-કલ્પના ઊપસાવી કરવું
સમય જતાં બધાં રંગો ભળી એક સફેદ વહેણ વહેતું

હ્રદયમાં માનું સ્થાન, ધ્યાન ઊંડે વધુ સબળ થાતું
પ્રેમ-કરુણા-માફીના રસ્તે બધું ધોવાતું-ઓગળવા લાગતું

ઊર્ધ્વ મસ્તિષ્ક પર ધ્યાન વધેને મનપ્રદેશો ખોલતું
આધ્યાત્મ જ્ઞાન; દિવ્ય શાંતિની સરવાણી ફૂટે ને પ્રભુકાર્ય પૃથ્વી પામતું

બંન્ને યોગ્ય અથવા કોઈ એક બેમાંનું;
અગત્યનું, મા-પ્રભુનું સ્મરણ-છાપ પર ધ્યાન કેન્દ્રિત રાખવું

તો પછી ઉપર-નીચે, વધતી-ઘટતી, ચેતના-ઊર્જા બધું માપસર સફેદ પ્રવાહમાં રક્ષાતું
મા-પ્રભુ પણ ઈચ્છે સંવાદિત-સંપન્ન-સબળ-સમૃધ્ધ જીવન ધરતી પર સફળ બનાવવું

સાધક-ભક્ત જો ખુલ્લો પ્રતિ ક્ષણ તો, અરસપરસનો સંનિષ્ઠ પ્રેમ મોરલી
કેવું કેવું, શું-શું અદભૂત અકલ્પ્યમાનવજીવનમાં ને માટે શક્ય નાવતું!


-         મોરલી પંડ્યા

માર્ચ ૨૫, ૨૦૧૪

No comments:

Post a Comment