મા! હાથ ઊંચા, પહોળા થઈ આવકારે તમને
આ ભક્ત નિષ્ઠા, નેકદિલથી
પોકારે તમને
આ જીવન કે પછીનું હશે? રાહ
જોતા ક્યાં રહેવાનું!
અંદરનો સૂતેલો જાગ્યો પછી કોનું સાંભળો ને કોનું માનવું ગમવાનું!
રાજ, કર્મ ને
જ્ઞાન સાથે પણ છૂપો ભક્ત જ જીવતો રહેતો,
ક્યારેક તો આત્મા માર્ગ ચિંધવાનો જ હતો સાધનાનો એ જ તો એક રસ્તો!
અબઘડી સુધી તમારામાં મન, સંબંધ ને જીવન શોધતો પણ,
બધાયમાં તમ વાસ ને આશીર્વાદ! જેવો
સાધક થઈ તમ ચરણમાં મૂકતો!
પ્રભુ! મા! તમ
બંન્ને કે અન્ય! બઘા જ એક જ સર્વસ્વરૂપ!
પછી શેનું પસંદ કરવાનું કે તોલ-મોલ કે માપ-દંડથી
ભજવાનું!
ગમે તે રાહ-રૂપ-સ્વરૂપ થકી અંતે
તો સાચા પ્રેમી ભક્તને જ જીતવાનું!
હંમેશ મળે એને કરુણા, પછી પ્રભુ જ કરે પસંદ,
એને ‘મોરલી’ જીત-સન્માનથી જીતતા જીતતા જીવાડવાનું!
આભાર...
એને ‘મોરલી’ જીત-સન્માનથી જીતતા જીતતા જીવાડવાનું!
આભાર...
- - મોરલી પંડ્યા
માર્ચ ૧૦, ૨૦૧૪
No comments:
Post a Comment