Friday, 1 May 2015

કવિતાએ...વિસ્તરવું પડશે...


કવિતાએ વ્યાખ્યામાં વિસ્તરવું પડશે.
પ્રેમસૌંદર્ય, ગુણગાનથી વધીને
આધ્યાત્મ, તત્વજ્ઞાનને સમાવવું રહેશે.

પરિભાષા સમૂહ સમજનું આકલન બને,
એ સમજણમાં જ્યારે નવીન સાંકળ જડે,
ત્યારે પુનઃઆવર્તન બનાવવું જરૂરી રહે.

કોઈ કલાસ્વરૂપ કદી પરીઘમાં ન જીવે.
એનું સાતત્ય જ ચઢાણ ને પહોળાશ બને.
ત્યારે જ ઊંડાણવિવિધતા ને ગુહ્ય મળે.

વૃદ્ધિનો અવકાશ ને સામંજસ્ય પ્રસારે ને 
જ્યારે જનગણને અંતર અવાજ સુણાવે
માધ્યમ ત્યારે સશક્ત જીવંત અર્થ ધરે.

સાહિત્ય નવેસરથી આધ્યાત્મપદ્ય પરખે.
શબ્દગઠનલય, તાલમાં મર્મ રખેને ચૂકે,
ઊત્ક્રાંન્તિપક્ષમાં નવ અભિગમ 'મોરલી' અપનાવે.

-         મોરલી પંડ્યા
મે , ૨૦૧૫


No comments:

Post a Comment