દરેક ઊંચાઈની
એક ગહરાઈ હોય છે.
અલગ જ કંઈક દરેક ચઢાઈ હોય છે.
સ્વ-અનુભવે
જ એ પહોંચાઈ હોય છે.
જીગરને જરૂરી દેતી પહોળાઈ હોય છે.
એમાં દરકાર
ભરી બેફિકરાઈ હોય છે.
જાતમાં જાતની પાછી લડાઈ હોય છે.
એમ જ જીતતાં
એ ઓળંગાઈ હોય છે.
વધતી પછી એમ એની લંબાઈ હોય છે.
બધાની પાછળ
હ્રદયની ખાઈ હોય છે.
જેટલી ઊંડી એટલી મજબૂતાઈ હોય છે.
આત્મઊત્ક્રાંતિ
દેતી શ્રીમંતાઈ હોય છે.
અસ્તિત્વમાં તરબતર વરતાઈ હોય છે.
કૃપા અવતરતી, 'મોરલી' જળવાઈ હોય છે.
ને પ્રભુ પધરામણી જરૂર જીવાઈ હોય છે.
-
મોરલી પંડ્યા
મે ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment