હ્રદયથી જણ
જીવતો થાય તો શાણપણ આવે!
માણસ મનમાં રાચતો થાય તો ઘડપણ લાવે!
સમય પચાવી
પાંસરો થાય તો ડહાપણ આવે!
વિગત પકડીને હકીકત મારે તો જાગરણ લાવે!
રતી રાગ વટાવી
પરભાવમાં મોટપણ આવે!
કરુણા ફૂટે પછી સર્વજીવ સાથે સગપણ લાવે!
સાક્ષી જ પ્રભુ
તો પક્વતામાં બાળપણ આવે!
પ્રભુ પક્ષમાં જીવતા, પાકટમાં ભોળપણ લાવે!
નીરવતામાં
આત્મા લક્ષ્યની સમજણ આવે!
નર્યા દુન્યવી જીવન વ્યવહાર, અડચણ લાવે!
સંસાર આટાપાટા!
વણજોઈતાં વળગણ આવે!
પ્રભુ વલણમાં લીધાં તો સ્થિર આચરણ લાવે!
બધું ગુણાકાર
સરવાળો, જો પ્રભુસમર્પણ આવે!
બધું જ 'મોરલી' માફ-બાદ ત્યાં પ્રભુ
સ્મરણ લાવે!
-
મોરલી પંડ્યા
મે ૮, ૨૦૧૫
|
No comments:
Post a Comment