ક્ષણ તારાંથી
વિપરીત વાપરી તો માફ કરજો…
સંધાનથી બેધ્યાન થઈ ચાલી તો માફી પ્રભુ!
મનુષ્ય ટેવમાં
અટવાય ઘડી ઘડી તો માફ કરજો…
સંસારજાળમાં ગૂંચાય અહીં તહીં તો માફી પ્રભુ!
તવ ચરણે અર્પણ
ચૂકું જરી તો માફ કરજો…
સ્મરણમાં રહે ભળતું તમ વિહીન તો માફી પ્રભુ!
સાદ તારો અજાણતાં
અવગણું તો માફ કરજો…
ક્યારેક જાણીને અભાન રહું તો માફી પ્રભુ!
જવલ્લે જ મનુષ્યવૃત્તિ
વાપરી તો માફ કરજો…
જાતબચાવ માટે અચાનક ઊભરી તો માફી પ્રભુ!
અણધાર્યું
કોઈને દુભાવાય તો માફ કરજો…
હ્રદયે કોઈને જગ્યા અપાય તો માફી પ્રભુ!
કૃપારાગનો
નશો અનુભવાય તો માફ કરજો…
'મોરલી' બાળ તવ ચરણ ન છોડે
તો માફી પ્રભુ!
ક્ષણ તારાંથી
વિપરીત વાપરી તો માફ કરજો…
સંધાનથી બેધ્યાન થઈ ચાલી તો માફી પ્રભુ!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૧૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment