શમણું આતો સાચ્ચું, ભીતર બેઠું મલકતુ,  
માંહ્યલે બેઠેલો પ્રભુ , જોતો જુદી રીતનું! 
 
પરખ સમજમાં ડાહ્યું, નવા રૂપ અસરનું,  
અજબ ઢોળ મહીં સઘળું, ચમક તત્વ ભીનું! 
 
વાસ્તવિક, નક્કર નર્યું, તથ્ય શાણું તાજું,  
ઈન્દ્રિયોને નજરાણું, અમૂલ્ય જીવન સોનુ! 
 
આ જ જીવનમાં આવું,  જોવા મળે અભનવું,  
સદંતર જુદી રીતનું,  પ્રભુ દીધેલ અજવાળું! 
 
અહો પ્રભુ!  ધરતી તણું,  કોરે મૂકાવે અંધારું,  
પાથરે તેજ ચોમેર , હ્રદયે જ્યોત મઢ્યું! 
 
સ્વસ્થ સરળ સીધું,  બને જીવન પ્રકાશતું, 
શરણ-ચરણ પ્રભુ,  'મોરલી' કરણ અનુસરતું! 
 
-        
મોરલી પંડ્યા 
મે ૧૦, ૨૦૧૫ 
  
 | 
No comments:
Post a Comment