Sunday, 24 May 2015

એકજૂથ એકજૂઠ...


એકજૂથ એકજૂઠ એકહાર,
દરેક સભ્ય ખબરદાર!
એક એક ઊગતો પોકાર!
સમગ્ર ભરે દિવ્યસાર!

ભીતર જાણે સીધી રેખા,
અરસપરસ ન કોષ, રેસા!
એક એક બિન ભેદરેખા!
ધબકે હૈયે દિવ્યતાર!

અસીમ, અત્ર તત્ર સર્વત્ર,
ન દેહ કે અન્ય વિભાગ!
એક એક સમર્પિત સ્થાન!
અવતરે દિવ્યતેજધાર!

શ્વેત સોનેરી વહેણ સભાન
શેષ-સર્વ 'મોરલી' રહે અજાણ!
એક એક ભીંજવતું પ્રસ્થાન!
આભારી માણે દિવ્યદાન!

- મોરલી પંડ્યા
મે ૨૪, ૨૦૧૫

No comments:

Post a Comment