Sunday, 17 May 2015

નક્કી એ...રહેશે જરૂર...



એક ઊત્થાન આવવાનું છે જરૂર! 
જન્મોનું, ડગલું કે ક્યાંક તસુ જેટલું
જેનું જેટલું હશે બોલતુંવળવાનું
નક્કી એ ઊંચકાઈને રહેશે જરૂર...

એક પરિવર્તન આવવાનું જરૂર! 
ગમતું, રમતું કુણું કે ક્યાંક ઊણુ સૂકું
જ્યાં જેટલું હશે ઝિલાવાનું, ઝંખેલું
નક્કી એ બદલાવને લાવશે જરૂર...

એક પરિણામ આવવાનું જરૂર! 
ભાંખેલું, ઊગતું, કે ક્યાંક ગાતું, નોખું
જેવું જેટલું હશે કુદવાનુંઊડવાનું
નક્કી એ હકીકતો બનાવશે જરૂર...

એક એક 'મા'નું ઘડેલું આવવાનું જરૂર! 
સુંદર ભાત, રંગ  કે ક્યાંક બાળ આખું
દિવ્ય ચિત્રકારે દિવ્યતામાં રંગેલું!
'
મોરલી' નવીન નિત્ય આવશે જરૂર...

- મોરલી પંડ્યા
મે ૧૭, ૨૦૧૫

1 comment: