Tuesday, 26 May 2015

તારાં માર્ગે કેવાં ફાંટાં!

મા...
તારાં માર્ગે કેવાં ફાંટાં! સાધકે સાધકે જુદાંજુદાં! 
એક એક ભિન્ન નવલાં! પ્રકૃતિ અનુરૂપ નોખાં!

ક્યાંક મનદ્વાર ભેદતાં, ક્યાંક હ્રદયે એકાગ્રતા, 
ક્યાંક કર્મ જ દાનધ્યાન, ક્યાંક જ્ઞાન જ તમામ!

જેનાં, હિસ્સે જે ખુલ્લાંએ રસ્તે એમાં એ ઊંડાં! 
તું લઈ જાય છેક મૂળમાં,પ્રકાશનું ઊદ્ગમ સ્પર્શવાં!

સમજતાં ને પોકારતાં, કેળવાતાં તમ કૃપામાં! 
વિસ્તરતાં ને ઝિલાતાં, વધતાં ઊર્ધ્વે અર્પણમાં!

ભક્તિ સમર્પણ ને શ્રધ્ધા! સમાય અંતે એ કેડીમાં. 
જ્યાં સર્વ કંઈ પ્રભુ દર્શનાસાથે વહન સંસાર ભરણાં!

કોટી વંદન ઓ નયનરમ્યા! ચરણે તવ જીવનઅર્ચના! 
યોગ્ય રાહે તવ સાથમાં, શિશુ 'મોરલી' લે! આવ મા! 

- મોરલી પંડ્યા
મે ૨૭, ૨૦૧૫

No comments:

Post a Comment