રોમ રોમ, ભરે તેજ પ્રકાશ, તું,!
શ્યામ તમ સમીપ, ઓજસ હું પિછાણું!
પળ પળ અકળ, સાથ સખા તું!
શ્યામ તમ સમીપ, મધુર વરતાતું!
કણ કણ સઘન, સંગીત સધાતું,
શ્યામ તમ સમીપ, સુરીલું સુંવાળું!
જણ-જીવ-જીવન, આવિષ્કાર તું!
શ્યામ તમ સમીપ, સઘળું અજવાળું!
દિન દિન નવીન! નીત અવસર તું!
શ્યામ તમ સમીપ, નવલું અજમાતું!
ભવ મમ અમુલ્ય, ભેટ ઊપહાર તું!
શ્યામ તમ સમીપ, અનંત ઊતરતું!
શ્યામ… સમીપ ઊજાસ હું માણું!
શ્યામ… સમીપ શ્યામ શ્વસું-ઊચ્છ્વાસું!
શ્યામ… સમીપ મને, હું જાણું!
શ્યામ… 'મોરલી' અન્યોન્ય સમાતું!
- મોરલી પંડ્યા
મે ૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment