Friday, 15 May 2015

હસતાં હસતાં બક્ષી દે...


આમ રડી રડીને જીવવાં કરતાં,
સહર્ષ જીવી ને મૃત્યુ લે!
પ્રભુને પણ એક અદનું સાધન
હસતાં હસતાં બક્ષી દે...પ્રભુને પણ એક અદનું...

ઘૂંટી ઘૂંટીને જીવવાં કરતાં,
ભાગ્ય માન્યતા ભૂંસી લે!
ભલે માન્યું'તું નસીબ માળખું
ભડવીર બની હંફાવી દે...પ્રભુને પણ એક અદનું...


મરી મરીને જીવવાં કરતાં,
આકાશ બની ને ખુલી લે!
માણસ ધરેલ જીવને આ ફેરે
પ્રગતિ ગતિમાં મૂકી દે...પ્રભુને પણ એક અદનું...


રુંધાઈ રુંધાઈને જીવવાં કરતાં,
અત્યારની હવા શ્વસી લે!
પ્રભુચેતના સંવાદિતામાં 'મોરલી'
હસી-ખુશી આયખું સમેટી દે...પ્રભુને પણ એક અદનું...


- મોરલી પંડ્યા
મે ૧૫, ૨૦૧૫

No comments:

Post a Comment