Thursday, 7 May 2015

આનંદ તત્વ...


આનંદ તત્વ મૂકીને ગજબ કરી તેં પ્રભુ!
અવધિઓમાં વહેંચીને જાત જીતી પ્રભુ!

વિવિધ સ્તરો ને પ્રકારોમાં લપેટી પ્રભુ!
માણસને ખરી લતમાં લગાડ્યો તેં પ્રભુ!

ભૌતિકથી આત્મરાગ તણી અનેક રીતે પ્રભુ!
લગની ને લક્ષ્યમાં બંધાતો રાખી પ્રભુ!

શું, કેવો વધુ હશે, એ અસીમતા જાણાવી પ્રભુ!
તવદેશમાં વિચરવા સ્થાપિતમાર્ગ દઈ પ્રભુ!

માણસ ક્ષમતા, બસ! વિચાર સામ્રાજ્ય જ પ્રભુ!
પૂર્ણ આનંદ, ભલભલા પ્રજ્ઞને તું જ સમજાવે પ્રભુ!

હજી વધુ માણવાને, અંતિમચરણ મૂકી પ્રભુ!
જાણવા-ધરવા-માણવા, તમ સાથ જરૂરી પ્રભુ!

ખરેખરો તાદાત્મ્ય આનંદ તો તારી મરજીથી પ્રભુ!
'
મોરલી' કણ કણમાં અનુભવાવીને તેં હદ કરી પ્રભુ!


-         મોરલી પંડ્યા
મે , ૨૦૧૫

No comments:

Post a Comment