Wednesday, 13 May 2015

...જીતી લેજો...જીવી લેજો...

ઘડીએ ઘડીએ જીતી લેજો
મળે નહીં તો આપીને લેજો
રખેને હારને જીતવા દેજો
માંહ્યલાંનો પ્રભુ જીવી લેજો ...ઘડીએ ઘડીએ...

વલણ-અભિગમ એવાં લેજો
વ્યાખ્યાની જીત જવા લેજો
અંતર મંજુરીને સંમતી દેજો
માંહ્યલાંનો પ્રભુ જીવી લેજો ...ઘડીએ ઘડીએ...

સ્થુળનાં સાંધા!  માની લેજો
સંપર્ક ભીતરનો સાંધી લેજો
ભેદ ધરાનાં સમાવી દેજો
માંહ્યલાંનો પ્રભુ જીવી લેજો ...ઘડીએ ઘડીએ...

પ્રભુજીત 'મોરલી' જીતી લેજો
લાંબી સ્થાયી જીવી લેજો
એ ઊદ્દેશને જીવન દેજો
માંહ્યલાંનો પ્રભુ જીવી લેજો ...ઘડીએ ઘડીએ...

- મોરલી પંડ્યા 
મે ૧૩, ૨૦૧૫

No comments:

Post a Comment