નીરવતાનાં
સાદ, 
મા! તું જ સંભળાવી શકે.  
વણઉચ્ચાર્યાં વેણ કર્ણોને  
તું જ પીવડાવી શકે...નીરવતાનાં સાદ… 
 
ઊરેથી ઊઠતાં
વિધાન  
તું જ ગવડાવી શકે.  
શૂન્ય મસ્તિષ્કને એથી  
તું જ ઊભરાવી શકે...નીરવતાનાં સાદ… 
 
અસ્તિત્વ રિક્તતાથી   
તું જ આખું ભરી શકે.  
કણે કણે મધુર રિક્તગાન  
તું જ રેલાવી શકે...નીરવતાનાં સાદ… 
 
સ્વરૂપ ચૈતન્ય
સમેટતું  
તું જ ઊધ્ધારી શકે.  
કરણ અને સાધન સુમેળ 
તું જ લયબદ્ધ કરી શકે...નીરવતાનાં સાદ… 
 
'મોરલી' અદ્ભૂત જીવનસૂર 
તું જ વહાવી શકે.  
નીરવ... નીરવ નીરવતા  
મા! તું જ જીવાડી શકે...નીરવતાનાં સાદ… 
 
- મોરલી પંડ્યા 
મે ૩૦, ૨૦૧૫ 
 | 
No comments:
Post a Comment