Monday, 4 May 2015

અપેક્ષા રાખીને...


 અપેક્ષા રાખીને જાતને જ જાતમાં બાંધો છો.
મર્યાદા બનાવીને જાતને જ સંબંધમાં મૂલવો છો.

વિશ્વાસ સ્તર ને નિભાવ સીમિત બનાવો છો.
બીજાને પોતાનો દાવ ખેલવા જગ્યા આપો છો.

મૂંગો મૂંગો એમાં અમંજૂર-સહકાર દેખાડો છો.
ક્યાંક અણદેખાડ્યો વિરોધ વિખવાદ માંડો છો.

લચીલાં પ્રેમને વણબોલ્યો પડકાર ફેંકો છો.
પોતાની નબળાઈઅસલામતી છતી કરો છો.

લેતીદેતીમાં જકડાયેલ માનસ છતૂ કરો છો.
હક દાવામાં પ્રેમને નાનો, અતી ગૌણ મૂકો છો.

ફક્ત પ્રેમ માટે , 'મોરલી' જો ચોખ્ખો જીવવાં માગો છો.
પ્રેમ વળગણ-વલણ ભેદી, કેન્દ્રમાં શુધ્ધ બેઠેલો જાણો છો.

-         મોરલી પંડ્યા
મે , ૨૦૧૫


No comments:

Post a Comment