Wednesday, 20 May 2015

હવે તો દ્વાર વગર...



દ્વાર ખોલવાનાં થતાં પહેલાં 
હવે તો દ્વાર વગર અજવાળાં...હવે તો દ્વાર વગર...


અંદર બહાર થતાં ખોદકામ
હવે તો ગર્ભ પ્રકાશ પકડાયાં... હવે તો દ્વાર વગર...


જાતમાં થતાં સવાલ જવાબ
હવે તો નીરવ મર્મ ઝીલાયાં...હવે તો દ્વાર વગર...


ઘટનાઓનાં થતાં ભેદતપાસ
હવે તો ઘડીમાં ઘટઘટ સમાયાં...હવે તો દ્વાર વગર...


સંબંધો થતાં ખાટાં મીઠાં તીખાં 
હવે તો નક્કર નક્કોર જળવાયાં...હવે તો દ્વાર વગર...


જીવને થતાં જીવન-રાગ-પ્રમાદ
હવે તો ગૂઢ લક્ષ્યમાં ઝબોળાયાં...હવે તો દ્વાર વગર...


'મોરલી' થતાં નાનાંમોટાં ખેંચાણ
હવે તો સર્વ પરમમાં સંધાયાં...હવે તો દ્વાર વગર...

-        મોરલી પંડ્યા
મે ૨૦, ૨૦૧૫

No comments:

Post a Comment