આ દિવ્ય પ્રવાહ દિવ્યલોકથી ઊતરતો,
સંપન્ન સાધન ઘડી ભૂલોકમાં વિસ્તરતો,
મતિ-દેહ માધ્યમને પૂર્ણ પરિવર્તન દેતો,
આત્મા ચિંદ્યા રાહે માતૃશરણ પામતો.
પુષ્પ મધ્યેથી સોનેરી અર્ક શોષતો,
શ્વેત લહેર બની પદ્મ ધવલે પહોંચતો,
મસ્તિષ્ક મટી, પરિઘ વિહીન સમાતો,
છાતી મધ્યે સ્થિત માતૃચરણ પામતો.
મન-ભાવ-અન્ય પ્રલોભન અળગાં જોતો,
દ્વિ-દ્વાર પ્રભાવી અભિગમમાં વરતાતો,
સત્ય-શાંતિ-પ્રેમ-પ્રકાશ અનુસરતો-આચરતો,
વલણ સમગ્રમાં સહજ માતૃઅર્પણ પામતો.
દિવ્ય-રસ સોનેરી, સતત શીશ ભેદતો,
રેષે-રુંવે-રક્ત કણ-કણે શુભ્ર સંવારતો,
દિવ્ય હાજર 'મોરલી' મધ્યે તાર સાંધતો,
કર્તવ્ય સર્વ પ્રભુ તણું, માતૃકરણ પામતો.
- મોરલી પંડ્યા
મે ૧૯, ૨૦૧૫
|
No comments:
Post a Comment