મા,
અંદર તું જીવે
ને ડાબેજમણે ક્યાં ભાગવું!
દિલની કેડી પકડી આત્મા નિશાન તાકવું.
બહાર ઝઝૂમી
મથી, ક્યાં કોઈનું ઊજળું
થતું!
અંતર ચોખ્ખું લીલું, બ્રહ્માંડ ખેંચાઈ
આવતું.
અન્ય અવલંબન
ઝાઝું ક્યાં ટકાઉ હોતું!
ભીતર તવ નિશ્રામાં સર્વ કંઈ સમ સરતું.
મન અટારી સૂચવ્યું
ક્યારેય ક્યાં કંઈ પોષતું!
ખળખળ વહેતું હ્રદય જ ખરો ખોરાક દેતું.
ટોળેટોળે મંતવ્યવલણ
હંમેશ રહે બદલાતું!
પ્રભુચરણમાં સ્થાન ભાગ્યે જ કોઈ પામતું.
સંસારરથ હાંકી
'મોરલી' જે પ્રભુસવારી માંડતું,
ખરા અર્થમાં એ બાળ 'મા' તારું વ્હાલ પામતું.
- મોરલી પંડ્યા
મે ૨૦૧૫
|
No comments:
Post a Comment