Wednesday, 27 May 2015

તારાં રસ્તે આગળ વધીએ...


પ્રભુ,

તારાં રસ્તે આગળ વધીએ, તને ખબર શું કરીએ! 
પૂરેપૂરું આપવા યત્ન, જાણે  તું, કેવાં મથીએ!

ન સમજાય કેમ અત્યારે? તવ વિશ્વાસે વધીએ!
પળપળની દરકાર, જાણે  તું, કેવી કરીએ!

વગર પ્રતિભાવ સામે, બસ! કરવું તારે લીધે!
વ્યક્તિ-ઘટના ગમેતે, જાણે  તું, કેમ અવગણીએ!

બિનજરૂરી વિચાર-ભાવે તને સઘળું સોંપીને!
ભૂત-ભાવિ ભૂલીને, જાણે  તું, કેવું અર્પીએ!

સમયે થશે જ્યારે 'મોરલી', પાકતું જરૂર મેળવીએ!
અનુભવી, પચાવીને, તું જાણે  , કેવાં વધીએ!

- મોરલી પંડ્યા
મે ૨૭, ૨૦૧૫

No comments:

Post a Comment