હૈયેથી હોઠે
ને હાથમાં બિરાજ્યાં!
મા! તારાં શબ્દો, આત્મે ઝીલાયાં!
આધ્યાત્મ-અસ્તિત્વ-તત્વ
ચીતર્યાં!
મા! તારાં શબ્દો, અનુભૂતિમાં ખીલ્યાં!
પારકાં હ્રદયમાં
સોંસરવા પહોંચ્યા!
મા! તારાં શબ્દો, સાતત્ય ઊકલતાં!
સંભાવના-ધારણાથી
વિરુધ્ધ મૂળનાં!
મા! તારાં શબ્દો, સત્વ આલેખતાં!
વ્યય-વ્યર્થ
નહીં અમલની રૂપરેખા!
મા! તારાં શબ્દો, સમજવાં સહેલાં!
અક્ષરસહ સાચાં પરિણામલક્ષી સઘળાં!
મા! તારાં શબ્દો, તેં જ અજમાવેલાં!
અક્ષરદેહે
જાણે આશીર્વચન પૂરાં!
મા! તારાં શબ્દો, 'મોરલી' સાધના ગાથા!
- મોરલી પંડ્યા
મે ૨૩, ૨૦૧૫
|
No comments:
Post a Comment