Tuesday 30 June 2015

હું આભારી!


મા...
હું આભારી!
તેં મને અપનાવી!
આવતી પેઢીઓને
પ્રકાશમાં ઊગારવા
તેં મને ઊજાળી!

હું આભારી!
આ મશાલ પકડાવી!
વધારવા સૂર્ય સવારી
પોકારો લઈ ચાલવા,
તેં યોગ્યતા આપી!

હું આભારી!
મન દ્વાર ખોલી,
ભેદી, બહોળાં સજાવી
તારણ જીવંત બતાવવા
તેં ઊદાહરણ બનાવી!

હું આભારી!
તવ ચેતનાધોધથી
આ બાળ અજાણનાં
કોષકોષને પીવડાવી
તેં તરબતર પલાળી!

હું આભારી!
મા તારું શરણું પામી
સર્વાંગ વિકાસ સાધી
મૂળિયાં-રોપાં ઊગાડી
તેં 'મોરલી' જન્માવી!

હું આભારી...મા...
હું આભારી...

- મોરલી પંડ્યા
 જુલાઈ ૧, ૨૦૧૫

No comments:

Post a Comment