Sunday 18 June 2017

સીધી સાચી માણસ...


સીધી સાચી માણસ સારી
દિવ્યે ઘડેલ સ્વરૂપ સાઘી
આધાર ધરી સતકર્મ ધારી
સીધી સાચી...

ન ૠષિ નરી દુર્વાસા ભભૂકતી 
ન તપે તપીને આગ ભસ્મતી
આધારે ઠરી શાંતિમાં શ્વસતી...
સીધી સાચી...

ન જ્ઞાની નરી ભાન ભૂલાવતી
ન પૂંઠે અહં ને 'ની પૂંઠે ભગાવતી
આધારે ખુલ્લી. દિવ્ય પચાવતી...
સીધી સાચી...

ન સંસાર અસાર ને મેલ મૂલવી 
ન કર્તવ્ય, દિવ્યની અદલાબદલી 
આધારે ઝીલી 'મોરલી' નવ જીવની...
સીધી સાચી...

અધ્યાત્મનો જો ચહેરો બનાવી વહોરી લીધો તો એ શું ન કરાવી શકે?

વ્યક્તિ આધ્યાત્મ તરફ વળે છે આધ્યાત્મિક થવા માટે કરતાં કશુંક એવું અલાયદું મેળવવા માટે કે પલાયન માટે જેથી બીજાઓ ઊપર પ્રભુત્વ મેળવી શકે. વાહવાહી સાંભળી શકે.

મનનાં ચોકઠામાં રહીને રમવું કંઈ ઉણું નથી કે સહેલું પણ નથી તો એ અઘરું પણ નથી.

અટપટું ત્યારે બંને જ્યારે 'બસ', 'આ જ' અને 'આ જ બરાબર'નો ભાવ-વર્તાવ પ્રભુત્વ સ્થાપિત કરે અને વૃધ્ધિ અટકાવે.


સંપૂર્ણ પરિવર્તન થયા પહેલાં સ્વપ્રવાહમાં રાચે... પ્રપંચને માર્ગ આપે અને સિદ્ધતત્ત્વ કરતાં સ્વયંની ખેવના કરે. પતનનો રાહ નોતરે.

સરળ, સીધા, પ્રભુ વરેલાને પ્રભુ જ રાહ આપે અને રક્ષા પણ...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂન, ૨૦૧
Flower Name: Canna indica
Indian-shot, Queensland, Arrowroot, Achira
Significance: Friendship with the Divine
Delicate, attentive and faithful, always ready to respond to the smallest appeal.

No comments:

Post a Comment