Thursday 30 July 2015

એ સર્વધર્મ સંતાન...


એ સર્વધર્મ સંતાન! પૂજનીય કલામને સલામ!
બાળયુવા પ્રેરણા સૂત્ર! ભારત શાન ને પ્રણામ!

અહોભાગ આ જીવનો, વહેંચ્યો પૃથ્વી મુકામ!
ધરા શ્વસી સંગે, ભલે અજાણ્યા છેડે દૂર દરાજ!

દિવ્યજીવે ચેતના પ્રસારી દેશવિદેશ નિર્ભાવ!
લખલૂટ પ્રેમ, નરી શુધ્ધતા જીવીશ્વસી દિનરાત!

ઊદાહરણીય વ્યક્તિ, સમૃદ્ધ બન્યાં ઊર તાજ!
બુદ્ધિ જ્ઞાન અભીપ્સા સંગે અંતરિક્ષ યોગદાન!

નિર્મળ મન, ભાવમય, સહજ, સાલસ સ્વભાવ!
ચુંબકીય દરેક હ્રદય! અનુભવે ખરી ખોટ આજ!

ન તખ્ત ! ન કામ ! અવસ્પર્શ્યા મહાન પ્રદાન!
સાચ્ચા કર્તવ્ય, સુયોગી કાર્યોને જ દીધું ધ્યાન !

હે પૂજ્ય!  તવ રોપી ચેતના જીવશે, દર બાળ ,
ઊગશે કુસુમ વિશ્વતેજનાં ભરી સ્વપ્ન ઊડાન!

આભારી ધરતી! તવ જીવનકરણકર્મથી ન્યાલ!
સહ્રદયી 'મોરલી', નમે શ્રી દિવંગતને સાષ્ટાંગ !

- મોરલી પંડ્યા
જુલાઈ ૩૦, ૨૦૧૫

No comments:

Post a Comment