Saturday 4 July 2015

ક્યાંક ભક્તનાં...


ક્યાંક ભક્તનાં આવકારનો ઉત્સવ ને
ક્યાંક ભક્તિ માપે વિશ્લેષણની ધાર!

ક્યાંક ભક્તનાં પગલાં પ્રભુ પ્રસાદ ને
ક્યાંક મંડાતી આલોચના ભરી માર!

ક્યાંક ભક્ત પધરામણી નો ઊત્સાહ ને
ક્યાંક ચૂકની, ભૂલની તપાસ ભરમાર!

ક્યાંક ભક્ત આગમન પ્રસંગ શુભકાર્ય ને
ક્યાંક હાજરી બિનજરુરી લાગે ચંચૂપાત!

ક્યાંક ભક્તનાં વેણ-કહેણ પથદર્શક ને
ક્યાંક વણબોલ્યા, મનાય અભિશાપ!

ક્યાંક ભક્તમાં જોવાય પ્રભુ સ્વરૂપ ને
ક્યાંક ગમેઅણગમે બંધબેસતું ખપાય!

ક્યાંક ભક્તમાં પરમ દ્રષ્ટિ-ભાવ-ભાગ ને
ક્યાંક અલગાવ મનોજગતનો વરતાય!

ક્યાંક ભક્તક્ષણ છે પ્રભુપ્રેમ અવસર ને
ક્યાંક પ્રત્યેક પળ પ્રભુ કસોટી સમજાય!

ક્યાંક 'મોરલી' ભક્ત જ પ્રભુ ચેતન ને
ક્યાંક અટવાતું જીવડું ભક્તિ રુંધવાજાય!

- મોરલી પંડ્યા
જુલાઈ ૪, ૨૦૧૫

No comments:

Post a Comment