Sunday 27 March 2016

અંતે તો સંગ- સંગત...

 

અંતે તો સંગ- સંગતની વાત છે
મંજૂરી, સહમતિથી શરુઆત છે.

કોઈક ધરબાયેલ પ્રેમ જગાવે
તો ક્યાંક પશુતા ઘર કરી જાણે

ક્યાંક સત્સંગ પ્રભુ દ્વાર ઊઘાડે
તો કોઈ અસુરતત્વને પધરાવે

કોઈ સાથ અસ્તિત્વને ઊજાળે
તો કોઈક ખોટો, અંતરદીપ બૂઝાવે

કોઈ અસર સર્જનને સત્કારે
તો કોઈ વિસર્જનનો માર્ગ ખોલે

કોઈ પ્રભાવ ભવોભવ સુધરાવે
તો કોઈ જન્મો વિફળવ્યર્થ બનાવે

આવો, સમજો, જુઓ ખુલ્લી આંખે
ચકાસી લો, "કયો સંગ મને તારશે?"

મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧

No comments:

Post a Comment