Saturday, 29 February 2020

એક જડેલ મજબૂત સ્તંભ!


તટસ્થતાનું વર્ચસ્વ, પક્ષ વિપક્ષ
ઊંડેથી સપાટી સુધી, અટલ તદ્દન

સઘન પરમશાંતિ મૂળભુત અદમ્ય
વિના રુકાવટ વિના રોકટોક પ્રખર

સ્થિરતા મધ્યસ્થાને ઊગતી અટલ
અલટપલટ હલનચલન, અડગ!

જાણે એક જડેલ મજબૂત સ્તંભ!
પરેથી પશ્યાત અણનમ પ્રફુલ્લ

પ્રસારતો પોતીકું વાતાવરણ ને કર્મ
સ્વયંભૂ જ્યોતિર્મય ને ઉર્જિત અતુલ્ય

શ્રી ચરણેથી ને શ્રીચરણે પુષ્પ
અહો! અર્પણથી પદાર્પણ તદ્યપિ અમૂલ્ય...

પ્રભો...

માર્ચ ૨૦૨૦


Flower Name: Begonia
Significance: Perfect Balance
One of the most important conditions of a growing peace

એહનું...એહ થકી...એહ પ્રતિ...


સૂક્ષ્મ કે સન્મુખ્ખ
એહનું સામ્રાજ્ય તદ્રુપ

પ્રત્યક્ષ કે પરોક્ષ
એહની સત્તા સર્વોચ્ચ

દ્વૈત કે ગણો અદ્વૈત
એહની ઉપસ્થિતિ સમગ્ર

પ્રચંડ કે પામર નગણ્ય
એહની  વ્યાખ્યા અભિજ્ઞ અભિન્ન

જંગમ કે દ્રશ્યમાન સ્થાવર
એહની કડી ફળદ્રુપ

સજીવ કે નિર્જીવ જીવ
એહનું ચૈતન્યબીજ મૂળ

બ્રહ્માંડ કે અચરાચર સુકૃત
એહનું કૃપા શિશુ શુદ્ધ સમૃદ્ધ

એહનું...એહ થકી...એહ પ્રતિ...અદ્-ભૂત!

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦



Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Ananda
Calm, tranquil, equal, smiling and very sweet in its truly simple austerity

Friday, 28 February 2020

...જાણે પ્રવાહી...


ઉર્ધ્વેથી દોડી, ઊતરી આવતી શાંતિ
શ્વેત મલમલી અલ્હાદ દેતું જાણે પ્રવાહી

મસ્તિષ્કે શાતા ધરી કરી મૂકે ખાલી
વિસ્તરે ઇન્દ્રિયો મધ્યે એક એકની પછાડી

કંઠે પધારી વાક ઉદ્ગારે નિવાસ પામી
છાતી મધ્યે માતૃચરણે મેળવે સંગસંગાથી

નાભિ પ્રદેશેથી પોષે પૂરે સર્વ મંગળકારી
વધુ નિમ્નસ્થાનોએ પ્રચંડ પ્રભાવ શુભદાયી

હસ્ત-પાદ બેલડીમાં ભરે ઉર્જા ઠાંસીઠાંસી
પ્રભુકર્મો અર્થે કરે તૈયાર અસ્તિત્વ સર્વાંગી...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Ixora thwaitesii
White ixora
Significance: Peace in the Cells
The indispensable condition for the body’s progress

Thursday, 27 February 2020

અહો અદ્-ભૂત! આ સૌંદર્ય...


અહો અદ્-ભૂત! સૌંદર્ય સમસ્ત તણું
વૈવિધ્યભર્યું ને વિધવિધ રીતે ઘણું ઘણું

કેટલું ગણો ને તોયે ખૂટે હજીયે કેટકેટલું
કંઈ કેટલુંય માનવક્ષમતાની બહાર હજુ

કંઈક હશે એવાં સેંકડો ક્ષીણ સૂક્ષ્મ કે ઋુજું
જ્યાં પહોંચ્યાં હોય સંશોધકો ને અભીપ્સુ

પ્રદેશો ભૂમિઓ વિસ્તારો! ખૂટે જેટલાં ગણું
અવસ્પર્શ્ય હજી, માનવસ્પર્શ ને ક્ષમતાથી ખરું!

સમેટે હ્રદય ને સમાવે મન પહોળું
સમસ્તસર્જકનું સર્જન અસીમ અનંત અનુઠું...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Dietes iridioides
African iris
Significance: Aristocracy of Beauty
So perfectly formed that it compels admiration

Wednesday, 26 February 2020

મોક્ષનાં નામે શું શું ...


મોક્ષનાં નામે શું શું સમજે ને જતાવે, જાણ પ્રભુ!
તવ સમક્ષ કશું અણદીઠું અજાણ્યું
પણ બસ! બંધ કરો વ્યાપાર પ્રભુ...

સમજથી કે ઈચ્છા તૃપ્તિ થકી કદી હોય પૂરું
મુક્તિનાં નામે સંતૃપ્તિમાં મહાલતું
બસ! બંધ કરો આંધળું અનુકરણ, પ્રભુ...

કોઈકનું કહેવું ને કોઈકનાં નામે, છપાતું પ્રભુ
ઊંટવૈદ્યસમ! અણસમજનો લાભ લેતું 
બસ! બંધ કરો ખોખલો નિમ્ન વ્યવહાર, પ્રભુ...

ઉપાડ સદંતર, પ્રવર્તમાન યુક્તિ સમુળ
મોક્ષ પૂંઠે ભુક્તિનું આદાનપ્રદાન નર્યું

ને રહે શેષ સર્વ તવ વ્યાપિ ને વ્યાપ્તિમાં અંતર્ધાન, પ્રભુ...


પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Magnolia grandiflora
Large-flowered magnolia, Bull bay, Southern magnolia
Significance: Perfect Vigilance
Nothing is neglected in its observation

Tuesday, 25 February 2020

પ્રસંશાને પાત્ર ...


પ્રસંશાને પાત્ર તો પરમ પ્રભુ
જે કંઈ ચાલતું તે એહથી ભલું!
જણ ક્યાં કંઈ સક્ષમ! તસું ...

સર્વ કંઈ પ્રત્યક્ષ પરોક્ષ એહનું
એહનું બલિદાન ને યોગદાન સઘળું
જણ ક્યાં શક્તિમાન! નગણ્યું...

જ્યાં જે હલનચલન કે ગતિમાન ગણું
એહની વૃત્તિ ને વ્યવહાર તણું
જણને ક્યાં વિદિત કશું?

સમગ્રે સર્વત્રે જે કંઈ પ્રવર્તતું
એહનાં સંકલ્પથી ને એહની રુચિ રૂડું
જણ તો બસ! મસ્ત મય પ્રભુ...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Memcylon tinctorium
Ironwod
Significance: Miracle
Marvelous, strange, unexpected

Monday, 24 February 2020

જેવી... નોંધાઈ ને થાતી પૂર્તિ...


અછડતી કચાશ ને એની નોંધ પૂરતી
જેવી સપાટી પર નોંધાઈ ને થાતી પૂર્તિ

કશુંય નથી જે અશક્ય મહીં સમષ્ટિ
જે જે જરૂરી તે થઈને રહેવાનું સિદ્ધિ

એટલે ઉભરાતું સપાટીએ આવી
જેથી તુરંત સધાય જરૂરી સામગ્રી

પરમે દીધી દિશા ને તણી તૈયારી
તો રહે દ્રષ્ટા ને પ્રગતિશીલ દ્રષ્ટિ

જણે ક્યાં કંઈ કરવાનું રહે કે એવી શક્તિ
યુક્તિ પ્રયુક્તિથી ક્યાંય પરેની વિધી

શાંતિને ડગાવી શકે કોઈપણ સ્થિતિ
કે વ્યક્તિગત બનતી કોઈપણ પ્રવૃત્તિ

દર થાતી ને પ્રવર્તતી એહની અનુપસ્થિતિ
એને ક્યાં પહોંચી વળે સામાન્ય મનબુદ્ધિ

એહ દે પછી એહને રસ્તો ને ગતિ...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Plumeria rubra
Frangipani, Temple tree, Nosegay, West Indian Jasmine, Pagoda tree
Significance: Psychological Perfection on the way to Fulfillment
The state of those who take up the yoga seriously

Sunday, 23 February 2020

Stop copying...


Stop copying others and strive
One has one’s big Self, from there derive

Make every stumble - a drive
Learn from each and come back with a stride 

All one’s experiences and happenings
Nothing else but a bundle of ignites

Look within for each and one by one
And see what each one prescribes

Each one with hidden message of a kind
Particular to learning and that to imbibe

No need to run around for any, it is futile 
Befriend oneself and every time gets surprise! 

Thank you...

February 2020



Flower Name: Dendrophthoe falcata
Significance: Mental Spirit of Imitation
What you cannot find for yourself, you imitate